પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને એમ.પી.પંડ્યા , ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર , એસ.ઓ.જી.મોરબી ને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી જેમાં ગે.કા.હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કે.આર.કેસરીયા . પો.સબ ઇન્સ . , એસ.ઓ.જી. , મોરબી તથા એસ.ઓ.જી.મોરબીના તમામ કર્મચારીઓ વાંકાનેર તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન એમ.પી.પંડ્યા , ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરને બાતમી મળેલ કે , રહીમ રાયધનભાઇ મીયાણા નામનો માણસ હાજર છે જેને શરીરે ચોકડીવાળો શર્ટ તથા કાળા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે . તેના કબજામાં પીસ્તોલ જેવુ હથિયાર છે જે ઇસમ હાલમા મેસરીયા ગામના તળાવ પાસે ઓરડીમાં છે . તે બાતમીના આધારે રેઇડ કરતા મળેલ હકીકત મુજબ નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ રહીમભાઇ રાયધનભાઇ મોવર જાતે મીયાણા ઉ.વ .૩૮ ધંધો મજુરી રહે.વાંકાનેર વીશીપરા રેલ્વેસ્ટેશન પાસે જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત ( ૧ ) ગે.કા.દેશી બનાવટની પીસ્તોલ નંગ -૧ , કી.રૂ.૧૦,૦૦૦ ( ર ) જીવતા કાર્ટીઝ નંગ -૨ કી.રૂ .૨૦૦ / – મળી કુલ કિં.રૂ. ૧૦,૨૦૦ / -ના મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....