Tuesday, February 3, 2026

મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવ આગામી તા. 11 ના રોજ યોજાશે. ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો તેમજ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભા રાખવામા આવેલ છે. અને ત્યારે રાજ્યના મંત્રી સહિતના રાજકીય અગ્રણીઓ સહિતના હાજર રહેશે. ત્યારબાદ ગામનો સમૂહ પ્રસાદનું યોજાશે જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે.

મોરબી નજીકના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ધાર્મિક પ્રસંગના મુખ્ય યજમાન જયેશભાઈ ગોપાલભાઈ વિલપરા તેમજ સહ યજમાનોમાં દશરથભાઈ ગોપાલભાઈ વિલપરા, શૈલેષભાઈ રતિલાલભાઈ વિલપરા, બળદેવભાઈ ચુનીલાલ વિલપરા, જીગ્નેશભાઈ રતિલાલભાઈ વિલપરા, સંજયભાઈ નારણભાઈ વિલપરા અને ધર્મેન્દ્રભાઈ નારણભાઈ વિલપરા છે અને આગામી તા. 10 ને મંગળવારના રોજ સાંજે સાડા ચાર કલાકે દેહશુદ્ધિ, ધાન્યાધીવાસ અને કુટીર હોમનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ રાત્રિના નવ કલાકે પાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં ભજનીક મિલનભાઈ પટેલ, દક્ષાબેન પરમાર અને હિતેશગીરી ગોસ્વામી દ્વારા જમાવટ કરવામાં આવશે ત્યારે તબલા વાદક માનભા જાડેજા, બેનજો વાદક જગદીશ બાપુ સહિતના સાજિંદાઓ સુરતાલ આપશે.

ત્યારબાદ તા.11/2 ના રોજ સવારે 7 વાગ્યાથી યજ્ઞ શરૂ થશે. 10 વાગ્યે ધર્મસભા, 10:30 વાગ્યે મંદિર ઉપર ઈંડુ અને ધ્વજાજી ચડાવવામાં આવશે અને ત્યારબાદ બપોરે 12:00 કલાકે મહાઆરતી અને ત્યાર પછી મહાપ્રસાદ યોજાશે આ ધાર્મિક પ્રસંગે બગથળા ગામે આવેલ નકલંક મંદિરના મહંત દામજીભગત તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા તથા બ્રિજેશભાઈ મેરજા, મોરબી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબિયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે આ ધાર્મિક પ્રસંગનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા માટે થઈને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર