મોરબીના જૂના આમરણ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને એક શખ્સે માર માર્યો
મોરબી તાલુકાના જૂના આમરણ ગામે રહેતા યુવકને એક શખ્સ સાથે અગાઉ માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી આરોપીએ યુવકને ગાળો આપી ચાબુક વડે મારમારી જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના આમરણ ગામે ડાયમંડનગરમા મકાન નંબર -૬૬૨ માં રહેતા મનોજભાઇ વીરજીભાઈ પરમાર (ઉ.વ.૩૦) એ આરોપી ગુલામહુશેન અશરફમિયા બુખારી રહે. આમરણવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપીને નવરાત્રીમાં માથાકુટ થયેલ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદી પાસે આવીને ભૂંડી ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ ચાબુક વડે ફરીયાદીને મારમારી ઈજા કરી આ રીતે મુછો રાખી ફરો છો તેમ જાતી પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.