દિવાળીના તહેવાર અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં રંગોળી પૂરવાનું કૌશલ્ય ખીલે તે માટે જુના અમરાપર પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સંદેશો આપતી રંગોળી જેવી કે પાણી બચાવો, વૃક્ષો બચાવો, ગો ગ્રીન, સેવ અર્થ, હેપી દિવાલી, હેપ્પી ન્યુ યર,મોર વગેરે જેવી ગોળ અને ચોરસ આકારમાં વિવિધ રંગોળી ડિઝાઇન દોરી અને તેમાં રેતીયા કલર દ્વારા સરસ મજાના મેઘધનુષી રંગો પુરીને ચિત્રો જીવંત બનાવી દીધા. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા, ચિત્ર દોરતા અને રંગો પૂરતા શીખે તે હેતુથી આ રંગોળી સ્પર્ધા કરવામાં આવી.વિદ્યાર્થીઓને રંગોળી અંગેનું માર્ગદર્શન જિજ્ઞાસાબેન દ્વારા આપવામાં આવ્યું.
શાળાના આચાર્ય દ્વારા શ્રેષ્ઠ રંગોળીને પ્રોત્સાહક ઇનામ આપી વિદ્યાર્થીઓની કલાને બિરદાવી હતી.વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભાનું નિદર્શન કર્યું હતું. સ્પર્ધા દરમિયાનનું વાતાવરણ ખૂબ જ ઉત્સાહપૂર્ણ હતું.આ સ્પર્ધા એક સફળ કાર્યક્રમ રહી હતી. આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં કલાત્મક પ્રતિભાને નિખારવામાં મદદરૂપ થાય છે.
