Wednesday, October 15, 2025

હળવદના જુના ઇશનપુર ગામે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે સામસામે ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા બે પક્ષો વચ્ચે નજીવી બાબતે બબાલ થતા બંને પક્ષો દ્વારા એક બીજાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા મુકેશભાઈ ઉર્ફે મુન્નો સોંડાભાઈ સારોલા (ઉ.વ.૩૦) એ આરોપી જગદીશભાઇ બાલાભાઇ મકવાણા તથા પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઇ મકવાણા રહે બન્ને ગામ જુના ઇશનપુર તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી જગદીશભાઈએ ફરીયાદીને જાહેર રસ્તામા ગેરકાયદેસર રીતે અવરોધ કરી મોટરસાઇકલ ઉભુ રખાવી તેમના ઘર બાજુ બીજી વખત નીકળશે તો ટાંટીયા ભાંગી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ ભુંડાબોલી ગાળો આપી તથા આરોપી પરાક્રમ એ પોતાના હાથમા લાકડાનો ધોકો લઇ આવી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે હળવદ તાલુકાના ઇશપુર ગામે રહેતા પરાક્રમ ઉર્ફે પ્રકાશભાઈ છનાભાઈ મકવાણાએ આરોપી મુનાભાઈ સોંડાભાઈ ચારોલા રહે. ઇશનપુર ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીના કુંટુંબના માણસોએ અગાઉ ફરીયાદીના પિતા છનાભાઇ ઉપર હથીયાર વડે હુમલો કરેલ હોય જે બાબતની ફરીયાદ કરેલ હોય જેથી સાથી જગદીશભાઇએ આરોપીને પોતાના ઘર પાસેથી નહી નીકળવાનુ જણાવતા આરોપીએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનીત કરી લોખંડની રાપ લઇ ફરીયાદીને મારવા આવી ગુનાહીત ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.

બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર