Tuesday, October 21, 2025

હળવદમાં જુના ઝઘડાનો ખાર રાખી યુવક સહિત બે વ્યકિતને ચાર શખ્સોએ ફટકાર્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ શહેરમાં આવેલ આંબેડકર કોમ્પલેક્ષ સામે વાંસગી પાન પાસે યુવકના પરિવારને રાઠોડ પરિવાર સાથે જૂના ઝઘડાઓ થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ રાઠોડ (ઉ.વ.૧૯) એ આરોપી મનસુખભાઇ પુંજાભાઇ રાઠોડ, મુકેશભાઇ લવજીભાઇ રાઠોડ, ઉતમભાઇ પ્રવીણભાઇ રાઠોડ તથા જીતુભાઇ જગાભાઇ રાઠોડ રહે બધા.સરા રોડ આંબેડકર નગર-૧ બસ સ્ટેશન પાછળ તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ આંબેડકર કોમ્પલેક્ષ સામે આવેલ વાંસગી પાનના ગલ્લાએ સિગરેટ પીવા માટે ગયેલ ત્યારે ફરીયાદીના પરીવારને હળવદ જુનાવાસમા રહેતા રાઠોડ પરીવાર સાથે જુના ઝગડાઓ થયેલ હોય જેનુ મન:દુખ રાખી આરોપીઓએ યુવકને લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે મારમાર્યો હતો જ્યારે તેને છોડાવવા વચ્ચે પડતા સાથી હિમંતભાઈને ગાળો આપી પાઈપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર