મોરબીમાં જુની અદાવતનો ખાર રાખી યુવક સહિત બે વ્યકિત પર પાંચ શખ્સોનો ધારીયા વડે હુમલો
મોરબી શહેરમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ સોમનાથ મહાદેવના મંદિર પાસે પાંચ જેટલા શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી યુવક તથા તેના સાથીને ધારીયા વડે મારમારી ઈજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમા ગુજરાત હાઉસીંગ બોર્ડ શનાળા રોડ એમ -૧૦૦૫ માં રહેતા અને ખેતી કરતા શક્તીસિંહ દીલીપ સિંહ ઝાલા (ઉ.વ.૩૨) એ આરોપી અજયસિંહ વિજયસિંહ જાડેજા રહે.સરવડ ગામ હાલ રહે.મોરબી, પાર્થરાજસિંહ ભગીરથસિંહ ગોહીલ રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ ત્રણ માળીયા મોરબી શનાળા રોડ, કૃષ્ણરાજસિંહ નરેંદ્રસિંહ જાડેજા રહે.ભીમકટા હાલ રહે.રાધેક્રીષ્ના સ્કુલ સામે મોરબી, રવી ઉર્ફે છપરી બહાદુર સિંહ ઝાલા રહે.રાધેક્રિષ્ના સ્કુલ પાસે મોરબી, ઉર્વરાજસિંહ ઉર્ફે ઉર્વીસ રહે. હાઉસીંગ બોર્ડ ત્રણ માળીયા મોરબીવાળા વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી અજયસિંહ તથા પાર્થસિંહ સાથે જુની અદાવત હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ધમકી આપેલ હોય બાદમા આરોપીઓ એક્ટીવા પર આવીને ફરીયાદી સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી જતા રહી થોડીવાર બાદ ફરીવાર ફરીયાદીના ઘર પાસે આરોપીઓ એક્ટીવા પર આવીને સાથી નૈમીષને આરોપીએ લોખંડના ધારીયા વડે ઉંધો એક ઘા મારી મુંઢ ઈજા પહોચાડી તેમજ આરોપીઓએ આવીને ફરીયાદી ફરીયાદી સાથે ગાળાગાળી કરી વારાફરથી ઢીકા પાટુનો માર મારેલ હોય બાદમા આરોપીઓએ ફરીયાદીને લોખંડના ધારીયા વડે ખભા ઉપર એક ઘા મારી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
