જુના નાગડાવાસ ગામ પાસે ટ્રકનું ટાયર ફાટતા લોખંડની રિંગ વાગતા યુવકનું મોત
મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા સામે બંસી હોટલના ગ્રાઉન્ડમાં પંચરની દુકાન પાસે ટ્રકનું ટાયર ટ્રકમાં ફિટ કરતી વખતે ટાયર ફાટતા લોખંડની રીંગ શરીરે વાગતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના વતની કાલુ સિંહ તુલસાસિંહ રાવત (ઉ.વ.૨૬) નામનો યુવક મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા સામે બંસી હોટલના ગ્રાઉન્ડમાં પંચરની દુકાન પાસે પંચર કરાવી ટ્રકનું ટાયર ટ્રકમાં ફીટ કરવા ટાયર પાસે જતા ટાયર ફાટતા ટાયરમાં રહેલ લોખંડની રીંગ શરીરે વાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.