મોરબી બન્યું જમીન કૌભાંડનું હબ: વધુ એક જમીન કૌભાંડની માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
બોગસ સોગંદનામા અને વારસાઈ આંબાના આધારે બન્યા બોગસ ખાતેદાર:પોલીસે તપાસ આદરી
મોરબી જીલ્લામાં ચકચારી જમીન કૌભાંડ વજેપર સર્વે નંબર -૬૦૨ નું હજુ નીરાકરણ નથી આવ્યું ત્યા મોરબી જીલ્લામાં વધું એક જમીન કૌભાંડ ઝળક્યું છે જેમાં મોરબી જીલ્લાના માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે આરોપીએ બોગસ સોગંદનામા તથા વારસાઈ આંબાના આધારે આરોપીએ પોતાની દિકરી ન હોવા છતા દિકરી બનાવી બોગસ સોગંદનામા તથા વારસાઈ આંબાના આધારે બોગસ ખાતેદાર બનાવા માટે જમીન કૌભાંડ કરતા સરવડ ગામના તલાટી મંત્રી દ્વારા આરોપીઓ વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા અને માળિયાના સરવડ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા અજયભાઈ વિજયભાઈ ખાંભરા (ઉ.વ.૨૪) એ આરોપી મહેશ પ્રભાશંકર રાવલ રહે. સરવડ ગામ તા. માળીયા મીયાણાવાળા તથા બોગસ ખાતેદાર તથા વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરનાર તથા ખેડૂત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઇ આંબો બનાવવામાં મંદદ કરનાર તમામ વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી મહેશ રાવલે તલાટી મંત્રી પાસે વારસાઈ આંબાની જરૂર હોવાથી વારસાઇ આંબો કાઢી આપવા અરજી કરેલ જેમાં તેમને સ્ટેમ્પ, પોતાનુ આધાર કાર્ડ આપેલ અને તેમાં જે તેમની જન્મ તારીખ દર્શાવેલ છે જેમાં તેની સહી કરેલ છે તેમજ વારસાઇ આંબાનુ સોગંદનામું કરનાર આરોપી મહેશ રાવલે પોતાના સિધી લિટીના વારસદાર તરીકે કોકીલાબેન મહેશભાઈ રાવલ (પત્ની) અવશાન તા.૦૬-૦૬-૨૦૦૪ તથા (૧) હંસાબેન મહેશકુમાર રાવલ વાઇફ મુકુન્દરાય જોષી (પુત્રી) (ઉ.વ.૫૮), (૨) મયુરીબેન મહેશકુમાર રાવલ (પુત્રી) (ઉ.વ.૩૩), ઉદેય મહેશકુમાર રાવલ (પુત્ર) (ઉ.વ.૨૯) તથા (૪) ધર્મીષ્ઠાબેન મહેશકુમાર રાવલ (પુત્રી)(ઉ.વ.૨૩) એમ ચાર વ્યક્તિ સિધી લિટીના વારસદાર હોવા સોગંદનામું કે જે નોટરી વીજયંતિ બી. વાઘેલા રૂબરૂ કરવા આવેલ અને આરોપીના પત્ની હયાત ન હોવા અંગેનું પણ સોગંદનામું રજૂ કરેલ હતુ.
જે તમામ ડોક્યુમેન્ટનાં આધારે જેતે વખતના સરવડ ગામના તલાટી મંત્રી બી.ડી. ખોખર એ તા. ૦૧-૦૨-૨૦૨૨ ના રોજ આ આરોપી મહેશભાઇ રાવલ (ઉ.વ.૬૨) ના સિધી લિટીના વારસદાર અંગેનો વારસાઇ આંબો બનાવેલી જેમાં જેમા સ્વ.કોકીલાબેન મહેશભાઈ રાવલ મરણ તા.૦૬/૦૬/૨૦૦૪ (૧) રાવલ ઉદય મહેશભાઈ ઉવ.૨૯ પુત્ર (૨) મયુરી બેન મહેશભાઈ રાવલ ઉવ.૩૩ પુત્રી (૩) રાવલ ધર્મીષ્ઠાબેન મહેશભાઈ ઉવ.૨૬ પુત્રી (૪) હંસાબેન મહેશભાઇ રાવલ ઉવ.૫૮ પુત્રી તે રીતેના વારસદારો અંગેનો વારસાઇ આંબો બે પંચોની રૂબરૂમાં તૈયાર કરી આપેલ છે.
આ વારસાઈ આંબો તથા તે બનાવા માટે કરેલ સોગંદનામું બોગસ/ખોટુ બનાવી તેના આધારે બોગસ ખેડુત ખાતેદાર બનવા અંગેની અરજી અરજદાર કે.ડી પંચાસરા (લંકેસ) રહે. મોરબી વાળાએ કલેક્ટર મોરબીને આ બાબતે કાર્યવાહી કરવા અરજી કરેલ જે અરજી બાબતે અલગ અલગ અધિકારીઓ દ્વારા તપાસ કરી અહેવાલ ઉપરી અધીકારીને પાઠવેલ અને આ બાબતે તપાસ થયા પછી સરવડ ગામે તારીખ ૦૧/૦૨/૨૦૨૨ ના રોજ બનેલ વારસાઈ આંબો કે જે બનાવામાં રજુ કરેલ ડોક્યુમેન્ટ જેમા મહેશ પ્રભાશંકર રાવલ રહે.સરદારનગર સરવ ડ તા.માળીયા મી જી. મોરબી વાળાનુ તા.૨૯/૦૧/૨૦૨૨ નુ સોગંદનામુ જેમા તેઓની ઉંમર ૭૫ વર્ષે દર્શાવેલ છે.
જયારે તત્કાલીન તલાટી મંત્રીએ તારીખ ૦૧/૦૨/૨૦૨૨ ના રોજ બનાવેલ વારસાઇ આંબામાં આ મહેશભાઈ પ્રભાશંકર રાવલ ની ઉમર ૬૨ વર્ષ તથા તેઓની કહેવાતી પુત્રી હંસાબેન ડો/ઓફ મહેશભાઈ રાવલ વા/ઓફ મુકુંદરાય જોષી રહે.મોરબી વાળાઓની ઉંમર ૫૮ વર્ષ દર્શાવેલ છે જે પિતા પુત્રીની ઉંમર વચ્ચે માત્ર ૪ વર્ષ તથા સોગંદનામા મુજબ ૧૭ વર્ષ નો ત ફાવત જણાઈ છે જે બાયોલોજીકલી કે અન્ય કોઈ રીતે શક્ય નથી. જેથી સ્પષ્ટ પણે સાબીત થાય છે કે આ હંસાબેન મહેશભાઈ રાવલ વા/ઓફ મુકુદરાય જોષી રહે. મોરબી વાળા સોંગદનામુ કરનાર મહેશ પ્રભાશંકર રાવલ રહે.સરદા રનગર સરવડ તા.માળીયા મી જી.મોરબી વાળાના પુત્રી નથી અને સોગંદનામું તથા વારસાઇ આંબો બોગસ/ખોટો બના વી હંસાબેન જે ખેડુત ખાતેદાર ના હોય તેઓને ખેડુત ખાતેદાર બનાવેલ છે આ બોગસ સોંગદનામા તથા વારસાઇ આંબાના આધારે બોગસ ખાતેદાર ખેડુત બની વારસાઈ આંબાને ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર તથા ખેડુત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઇ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ તથા પોલીસ તપાસમાં ખુલ્લે તે તમામ વીરૂધ્ધ તપાસ કરવા અરજી કરેલ જેના આધારે તપાસ કરતા માળિયા તાલુકા વિકાસ અધિકારીએ વારસાઈ આંબો બનાવવામા ખોટું સોગંદનામું કરનાર તથા રજુ કરનાર તમામ વિરુદ્ધ ફરીયાદ કરવા હુકમ કરતા તલાટી મંત્રી દ્વારા આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી કલમ ૪૬૫,૪૬૭,૪૬૮ ,૪૭૧, ૧૨૦ (બી), ૩૪ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
