રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી પર સંપૂર્ણ પ્રતિબંધ
દેશમાં ઓનલાઇન સટ્ટાબાજીની ગેમ્સોમા યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે ઓનલાઇન ગેમીંગ સામે સરકાર મોટો નિર્ણય લીધો છે જેમાં સંસદમાં ઓનલાઇન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બીલ બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું અને હવે આ બીલને રાષ્ટ્રપતિ દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. જેથી ફેન્ટસી ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિની મંજૂરી સાથે, તે હવે કાયદો બની ગયો છે અને તેની જોગવાઈઓ અમલમાં આવી ગઈ છે. આ કાયદાના અમલીકરણ પછી, ફેન્ટસી લીગ, પત્તાની રમતો, ઓનલાઈન લોટરી, પોકર, રમી અને સટ્ટાબાજી પર સંપૂર્ણપણે પ્રતિબંધ અમલમાં આવી ગયો છે. નોંધનીય છે કે ઓનલાઈન ગેમિંગના પ્રમોશન અને નિયમન બિલને 20 ઓગસ્ટના રોજ લોકસભા અને 21 ઓગસ્ટના રોજ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
આ બિલ બંને ગૃહોમાં આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યું હતું . આ કાયદાના અમલથી દેશના ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ડ્રીમ 11 અને માય ઈલેવન સર્કલ જેવી ફેન્ટસી ગેમિંગ એપ્સે તેમના પ્લેટફોર્મ પર રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ 3.8 બિલિયન ડોલરનો હોવાનો અંદાજ છે. નવા કાયદાને કારણે આ ઉદ્યોગનું ભવિષ્ય જોખમમાં છે. તેમજ ઓનલાઈન ગેમિંગના ત્રણ વિભાગો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર બે વિભાગોને પ્રોત્સાહન આપશે, રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આઇટી મંત્રીએ રિયલ મની ગેમિંગને સમાજ માટે એક મોટો પડકાર ગણાવ્યો હતો.