‘ઑપરેશન સિંદૂર’:ભારતે પહેલગામ હુમલાનો લીધો બદલો: મોડી રાત્રે POK માં ભારતે કર્યો હુમલો:30 આતંકીનો સફાયો
ભારતના શક્તિશાળી એટેકથી પાક ધ્રુજી ગયું:ભારતનું ‘ઑપરેશન સિંદૂર’ 30 આતંકીનો ખાતમો
ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કર્યો છે જેમાં 30 આતંકી માર્યા ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના મુઝફ્ફરાબાદ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો હોવાનું સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.
ભારતના હવાઈ હુમલા બાદ પાકિસ્તાની સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે 6 સ્થળોએ 24 હુમલા કરવામાં આવ્યા હતા. આમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, ભારતીય સેનાના હવાઈ હુમલા બાદ ગભરાયેલો પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યો છે. 6-7 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા અને જમ્મુ અને કાશ્મીરની સામેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તેની ચોકીઓ પરથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર અને તોપમારો કર્યો હતો. આ અંધાધૂંધ ગોળીબાર અને તોપમારાથી ત્રણ નાગરિકોના જીવ ગયા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો છે.