મોરબી: શહેરના પંચાસર રોડ પર સ્કૂલ બહાર પાર્કિંગમાં ગાડીમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા ઈસમને દબોચી લઈને પોલીસે ઈંગ્લીશ દારૂની ૭૬ બોટલ જપ્ત કરી કાર અને દારૂ સહીત ૧.૭૫ લાખની મત્તા કબજે લીધી છે તો અન્ય આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર ફોર વ્હીલ કારમાં ઈંગ્લીશ દારૂ રાખી એક ઇસમ સત્યમ સ્કૂલ બહાર પાર્કિંગમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો હોવાની બામતી મળી હતી જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી જેમાં કારમાં સવાર ઈસમને નીચે ઉતારી કારની તલાશી લેતા કારની ડેકીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આય્વોહ તો જેથી પોલીસે વ્હીસ્કી નંગ ૩૬ કીમત રૂ ૧૩,૫૦૦ તેમજ અન્ય બ્રાંડની વ્હીસ્કી બોટલ નંગ ૪૦ કીમત રૂ ૧૨,૦૦૦ મિલને કુલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭૬ કીમત રૂ ૨૫,૫૦૦ તેમજ વરના કાર કીમત રૂ 1.૫૦ લાખ મળીને કુલ રૂ 1,૭૫,૫૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે
જે કારમાં સવાર આરોપી નિકુંજ ભરત કાવર રહે રાજનગર પંચાસર રોડ મોરબી વાળાને ઝડપી લીધો છે જે દારૂનો જથ્થો મોન્ટુ પલ્લવ રાવલ રહે શકત શનાળા તા. મોરબી વાળો આપી ગયાની કબુલાત આપતા આરોપી મોન્ટુ રાવલ વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી શહેરમાં આવેલ રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે ત્યારે આ પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા રૂષભ પાર્ક સોસાયટી રહિશો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે રૂષભપાર્ક સોસાયટી ન્યુ ચંદ્રેશનગર ની બાજુમાં યદુનંદન રર ની પાછળ આવેલ છે સૌ...
સરકારના ચુંટણી પંચ દ્વારા S.I.R ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં B.L.O ઘરે ઘરે જઈને એક વાર ગણતરી પત્રક પોહચાડે છે અને માહિતી મેળવે છે ત્યારે કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્ય સરકારના મુખ્ય ચુંટણી કમીશ્નરને લેખિત રજુઆત કરી S.I.R ની કામગીરીનો સમય વધારવા તથા B.L.O ની સહાયકોની...