જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીના માર્ગદર્શનમાં તૈયાર કરાયેલ સિરામીક મતદાન મથક જિલ્લાની ઔદ્યોગિક બાબતોને પ્રદર્શિત કરશે
મોરબીમાં લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં સવિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે સખી મતદાન મથક, દિવ્યાંગ સંચાલીત મતદાન મથકોની સાથે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ધરમપુર ખાતે મોરબી સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને પ્રદર્શિત કરતું સવિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતની સાથે ગણતરીના કલાકોમાં મોરબી જિલ્લામાં પણ હાલ લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર છે. જેને ધ્યાનમાં રાખી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે, જિલ્લામાં મતદાન મથકો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સામાન્ય મતદાન મથકો સિવાય પણ જિલ્લામાં સવિશેષ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેની સાથે જે તે જિલ્લાની ઓળખ સાથે જોડાયેલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે મોરબી ખાતે સિરામીક ઉદ્યોગની આગવી ઓળખ અને સિરામીક ઉદ્યોગની સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને પ્રદર્શિત કરતું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.
મતદાન મથક ઉભું કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સવિશેષ મતદાન મથકમાં સિરામીક ઉદ્યોગની સિદ્ધીઓ અને સિરામીક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને દર્શાવવામાં આવી છે. વિશ્વનું બીજુ સૌથી મોટું સિરામીક કલસ્ટર, મોરબી જિલ્લાના સિરામીક ઉદ્યોગની વિશેષતાઓ અને સિરામીક ઉદ્યોગમાં નળિયાથી વિક્ટ્રીફાઈ સુધીની સફરની થીમ આધારિત મતદાન મથકમાં વિશેષતાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત સિરામીક ઉદ્યોગ સંલગ્ન ટાઈલ્સ અને અન્ય સિરામીક પ્રોડક્ટ પણ પ્રદર્શનમાં મુકવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા અને સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી આ મતદાન મથક ખાતે સિરામીક ઉદ્યોગનો ટુંકો ઈતિહાસ, ટર્ન ઓવર, કેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે.
૧૧૨ જન રક્ષકને લુટ થયેલ હોવાની ખોટી માહીતી આપી પોલીસને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરતા ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી હળવદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના દેવળીયા ગામ પાસે ફાઉન્ટન હોટલ પાસે લુટનો બનાવ બનેલ છે તેવી માહિતી જન રક્ષક ૧૧૨ ને મળતા કોલરને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવતા...
મોરબી,ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision - SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા.04/11/2025થી 04/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને...
દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે હળવદ બાયપાસ ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂની 456 બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-456 કિં રૂ....