આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના ઢુવા ગામ નજીક લાકડધાર આનંદપર રોડ પર આવેલ કેમરીષ પેપરમીલ નામની ફેક્ટરીમાં કામ કરતી વેળાએ મૃતક સતિષ કુમાર શર્મા પેપરમિલના મશીનમાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મૃત્યુ નોંધ કરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
