Tuesday, December 9, 2025

મોરબીના ખોડીયાર પાર્ક અને પટેલનગર સોસાયટીમાં રોડ અને શેરીઓ બનાવવા કમીશ્નરને રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા પરિમલ કૈલા દ્વારા પટેલનગર અને ખોડિયાર પાર્કમા દશકાથી બિસ્માર હાલતમાં રહેલ રસ્તાઓ અને શેરીઓ બનાવવા માટે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરના જૂના સીમાંકન મુજબ વોર્ડ નંબર 12માં આવતી મુખ્ય સોસાયટીઓ પટેલનગર અને ખોડિયાર પાર્ક સોસાયટીના મુખ્ય આવક જવાના અને અન્ય પેટા રસ્તાઓ દશકાથી બિસ્માર હાલતમાં પડેલ હોય સોસાયટીના લોકોને રોજે રોજ હાલાકી ભોગવી પડે છે અને અત્યંત ખરાબ હાલત હોવાથી ઠેર ઠેર ખાડા ટેકરા થઈ ગયેલ છે. આ બાબતે સરકારી ધારા ધોરણ મુજબ આવનારા પ્રજાહિતના પ્લાનિંગમાં આ રોડ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર