મોરબીમા પાવન પાર્ક શેરી નં -2 થી મહેન્દ્રસિંહજી ટીબી હોસ્પિટલ સુધી રોડ વચ્ચે આવેલ નડતરરૂપ બે વીજપોલ હટાવવા રહિશોની માંગ
મોરબી શહેરમાં આવેલ પાવન પાર્ક શેરી નં -02 થી મહેન્દ્રસિંહજી ટીબી હોસ્પિટલ (8ઓરડી)ને જોડતા રસ્તાની વચ્ચે બે વીજપોલ આવેલ છે જે ખૂબ નડતરરૂપ હોય જેથી કોન્ટ્રાકટર દ્વારા રોડનું Pcc કામ શરું કરાયું જેથી સોસાયટીના રહીશો કામ દ્વારા અટકાવી રસ્તા વચ્ચે આવેલ બે વીજપોલ હટાવવા માંગ કરી છે.
મોરબીમાં આવેલ પાવન પાર્ક શેરી નં -02 થી મહેન્દ્રસિંહજી ટીબી હોસ્પિટલ ને જોડતા રોડની વચ્ચો વચ્ચ પીજીવીસીએલના બે વીજપોલ આવેલ છે જે રસ્તા વચ્ચે હોવાથી ખૂબજ નડતરૂપ બની રહ્યા છે લોકોને વાહન લઇને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી છે. જેથી આ બાબતે સોસાયટીના રહિશો દ્વારા એક મહિના પહેલા કોન્ટ્રાકટરને વીજપોલ હટાવવા જણાવ્યું હતું પરંતુ તેમ છતાં કોન્ટ્રાકટર દ્વારા આજે રસ્તાનુ pcc કામ ચાલુ કરી દીધું હોય જે બાદ આ બાબતે સોસાયટીના આગેવાન રાજદીપસિંહ જાડેજા તથા અન્ય સોસાયટીના લોકોને ધ્યાનમાં આવતા લોકો દ્વારા કોન્ટ્રાકટરને જણાવી જ્યાં સુધી આ બે વીજપોલ નહી હટાવવામાં આવે ત્યા સુધી કામ અટકાવી દેવામાં આવેલ છે. અને ત્યારબાદ કોન્ટ્રાકટર દ્વારા સોસાયટીના રહીશોને બાંહેધરી આપેલ કે pcc નું કામ થયા બાદ બંને વીજપોલ હટાવી દેવામાં આવશે અને ત્યારબાદ CC રોડનું કામ શરું કરવાનું જણાવતા રહિશો દ્વારા કોન્ટ્રાકટરને કામ શરૂ કરવા જણાવ્યું હતું અને pcc નું કામ શરું કરાયું હતું.