મોરબીમાં PCPNDT અધિનિયમ-1994 અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન’ અંતર્ગત ગોકુલનગર UPHC મોરબી ખાતે PCPNDT અધિનિયમ-1994 અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં PCPNDT (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques) અધિનિયમ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં આ અધિનિયમ મુજબ ગર્ભમાં બાળકની લિંગ નક્કી કરવી કે તેની જાહેરાત કરવી કાયદેસર ગુનો છે અને તેના માટે કડક સજાનો પ્રાવધાન છે તેમ જણાવવામાં આવ્યુ હતું તથા આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ચાલતી મહીલાલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફીમેલ હેલ્થ વર્કર અને આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા તેવું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યાદીમાં જણાવ્યું છે.