Thursday, April 25, 2024

ગાળા ગામને જોડતો કોઝવે અને ડાઈવર્ઝન વરસાદનાં કારણે ધોવાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ગાળા ગામને જોડતા કોઝવે અને ડાઈવર્ઝન વરસાદનાં કારણે ધોવાયા છે. મોરબીના ગાળા ગામનો જર્જરિત પુલ વાહનોની અવર જવર માટે અગાઉ જ બંધ કરવામાં આવ્યો છે. જો કે આ પુલ પર નાના વાહનો પસાર થતા હતા અને નીચે બનાવેલા કોઝવે અને ડાઈવર્ઝન પરથી મોટા વાહનો. પણ ગઈકાલના સતત વરસાદના પગલે પુલ ઉપર વધુ ગાબડા પડવાથી અને નીચે બનાવેલા કૉઝવે અને ડાયવર્જન ધોવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ત્યારે આ રસ્તો બંધ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે મોરબીના ગાળા ગામના લોકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, ગાળા ગામને જોડતો પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે.20 થી વધુ વખત રજુઆત કરી છે આ પુલ એટલી હદે ખખડી ગયો છે કે વારંવાર પોપડા પડે છે. આ પુલ નવો બનાવવાની જાહેરાત કરાઈ છે. પણ પુલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ નથી. જેથી ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર