પેટ્રોલપંપના બે કર્મચારીઓ હિસાબના પૈસા લઈ નાશી છૂટ્યા
મોરબીના માળિયા ફાટક પાસે આવેલ પેટ્રોલપંપમાં કામ કરતા બે કર્મચારીઓ પંપના હિસાબના રૂપિયા લઈ નાશી છૂટયા હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના માળીયા ફાટક પાસે આવેલ ધરતી પેટ્રોલપંપના માલિક વિજયભાઇ જેઠાભાઇ પારેઘીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પેટ્રોલપંપમાં નોકરી કરતા ભરતગીરી લક્ષ્મણગીરી બાવા અને રમેશગીરી લક્ષ્મણગીરી બાવા ગત તા.11ના રોજ રાત્રીના પેટ્રોલ ભરવાની કામગીરી સોપેલ હોય જે પેટ્રોલના વેચાણના આવેલ કુલ રૂપીયા ૭૮,૫૦૦/- નો હિસાબ આપ્યા વગર નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે