પીજીવીસીએલ, કચેરી મોરબી દ્વારા પતંગ મહોત્સવને ધ્યાને રાખીને અધિક્ષક ઈજનેર, ડી.આર. ધાડિયા દ્વારા જનતા ના હિત માટે એક અપીલ કરવામાં આવેલ છે. જેમાં
ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ, તાર ઉપર ચડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ આ રીતે લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકા થી તાર તૂટી જવાની ભીતી રહે છે.
તેમજ વીજ વપરાશ ના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે. ઘરની આજુ-બાજુ કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ.
ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તાર વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે.
મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો, કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે.
વીજળીના તૂટેલા તારથી દૂર રહો. નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલ ની સલંગ્ન પેટા વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ટેલિફોનિક દ્વારા તુરંત જ આપો.
આ ઉપરાંત વીજ અંગેની કોઇપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરવા નમ્ર વિનંતી
વધુ માં, પતંગ મહોત્સવ ૨૦૨પ અંતર્ગત કોઈ જાન હાની નો સામનો ન કરવો પડે તેમજ સમસ્યા ન થાય તે હેતુ થી પીજીવીસીએલ મોરબી દ્વારા વિસ્તાર વાઈઝ પેટા વિભાગીય કચેરીઓ ની યાદી તેમજ ફોલ્ટ સેન્ટર ના સંપર્ક નંબર જણાવેલ છે. જે જાહેર જનતા ની નમ્ર જાન સારું.
જાગૃત નાગરિક હરેન્દ્રસિંહ ઝાલાએ મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજુઆત કરી, દસ દિવસમાં કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી
મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણ હોવાનો આક્ષેપ કરીને જાગૃત નાગરિક હરેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલાએ મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજુઆત કરી છે. બે સોસાયટીના લે-આઉટ ભેગા કરી રોડ બંધ કરી...
મોરબી મહાનગરપાલિકાનો ગાર્ડન શાખા શહેરને વધુ હરિયાળું સ્વચ્છ અને સુંદર બનાવવા સતત પ્રયત્નશીલ રહી છે. આ અંતર્ગત શહેરમાં નવા ગાર્ડનોના વિકાસ સાથે સાથે જૂના કેશરબાગ સુરજબાગ સહિતના ગાર્ડનોના નવીનીકરણની કામગીરી મહાનગરપાલિકા દ્વારા પ્રગતિ હેઠળ છે. આ તમામ કામગીરી પૂર્ણ થતા શહેરના સૌંદર્યમાં નોંધપાત્ર વધારો થશે.
આ ઉપરાંત ભડિયાદ વિસ્તારમાં અંદાજે...