Sunday, December 14, 2025

મોરબીના પીપળી રોડ પરથી રૂપિયાની ઉઘરાણી બાબતે યુવકનું અપહરણ કરનાર ત્રણ ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં રૂપીયાના ઉઘરાણી પીપળી રોડ પરથી ફોર્ચ્યુનર કારમા આવી અપહરણ કરનાર ત્રણ ઈસમોને તથા ભોગબનનાર ને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ મોરબી જેતપર રોડ એ.બી.સી. સીરામીક નજીકથી એક વ્યક્તિનું ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી લઇ ગયેલ હોય જેથી તાત્કાલીક નાકાબંધી કરી કાયદેસરની કાર્યવાહિ કરવા વર્ધી મળેલ હતી. જેથી મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના અધીકારીઓ ખાનગી વાહનોમાં નાકાબંધી કરવા અને અપહરણ કરનાર આરોપીઓ ને પકડી પાડી ભોગબનનારને મુકત કરાવવા અંગેની કાર્યવાહિમા રોકાયેલ હોય તે ત્યારે મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુરગામના પાટીયા પાસે વોચમા હતા એ દરમિયાન આ ગુન્હાને અંજામ આપનાર કાળા કલરની ફોર્ચ્યુનર કાર રજીસ્ટર નંબર-GJ-3-FD-7997 વાળી મળી આવતા તેને રોકી તપાસતા તેમાં ભોગબનાર અમરતસીંગ ભુરો ઉર્ફે ભુરસીંગ સોંઢા રહે.મોરબી સામાકાંઠા રવિનગર મયુરનગરની પાછળ તા.જી.મોરબીવાળો મળી આવતા તેની પુછપરછ કરતા આ ફોર્ચ્યુનરમાંથી મળી આવેલ ત્રણેય ઇસમો નવઘણભાઇ ઉર્ફે ખુટીયો વેલજીભાઇ સોઢા રહે. મોરબી, ભગીરથભાઇ રતીલાલભાઇ ઠોરીયા રહે. મોરબી તથા પિયુષભાઇ હસમુખભાઇ લોરીયા રહે. મોરબીવાળા તથા બીજી એક બ્રેજા કારમાં આવેલ માણસોએ આવી પોતાના ભાઇ નરસી ભુરજી સોંઢા પાસે તેઓ રૂપિયા માંગતા હોય તેની ઉઘરાણી કરવા પોતાની પાસે આવી જપાજપી કરી પોતાને બળજબરીથી ફોર્ચ્યુનર ગાડીમાં નાંખી અપહરણ કરી લઇ ગયેલ હોવાની માહિતી જણાવેલ હોય જેથી આ અપહરણ કરનાર ત્રણેય ઇસમો વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામા આવેલ આ આરોપીઓ પાસેથી મળી આવેલ ફોર્ચ્યુનર જોતા રજી નંબર GJ3FD 7997 કિં.રૂ.૧૦,૦૦,૦૦૯ તથા ચાર મોબાઇલ ફોન કિં.રૂ.૪૦,૦૦૦/-મળી કુલ રૂ.૧૦,૪૦,૦૦૦/-નો મુદામાલ કબજે કરી ત્રણેય આરોપીઓને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર