Tuesday, January 20, 2026

મોરબીના પીપળી નજીક સોસાયટીમાં મકાન આપી પ્રાથમિક સુવિધાઓ ના આપનાર ત્રણ બિલ્ડરો વિરુદ્ધ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ ગોકુલધામ સોસાયટી, માનસધામ સોસાયટી તેમજ ત્રિલોકધામ સોસાયટીમાં રહીશોને બિલ્ડરો દ્વારા મકાન આપી મકાનમાં પ્રાથમિક સુવિધાઓ ન આપી અને પ્રાથમિક‌ સુવિધાઓના રૂપિયા ચાવુ કરી જનાર ત્રણ બિલ્ડરો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના પીપળી ગામ પાસે પીપળી રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા ભરતભાઈ વિઠ્ઠલભાઇ પરમાર (ઉ.વ.૪૮) આરોપી હસમુખભાઈ વલમજીભાઈ પટેલ રહે ઈશ્વર નગર તા. હળવદ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હસમુખભાઈ વલમજીભાઈ પટેલે ફરીયાદીના માતા નંદુબેન વિઠલભાઈ પરમારને સને ૨૦૧૯ માં દસ્તાવેજ કરી આપેલ અને આ સોસાયટીમાં પાણી, રોડ, રસ્તા કોમન પ્લોટ વિગેરે સુવિધા પૂરી પાડવાની પોતે સરકાર શ્રીમા બાહેંધરી આપેલ હોવાનુ તથા મકાન મજુરી તથા અન્ય તમામ સુવિધાઓ પોતે પુરી પાડશે તેવુ કહી ને વિશ્વાસમાં લઈ મકાન ને બદલે પ્લીન્થ લેવલ ના દસ્તાવેજો કરી આપી, પ્રાથમીક સુવીધાઓ ના પૈસા ચાંઉ કરી જઈ પ્રાથમિક સુવિધાઓથી વંચીત રાખી ફરીયાદી તથા સાથીઓ સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી ફરિયાદ મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટી નંબર-૦૨ રહેતા જગદીશભાઈ ઘેલાભાઈ બોચિયા (ઉ.વ.૪૩) એ આરોપી મનીષભાઈ કેશવજીભાઈ કાલરીયા રહે પાટીદાર ગઢ અવધ ચાર શેરી નંબર- 4 નાની કેનાલ રોડ કન્યા છાત્રાલય રોડ મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી મનીષભાઈ કેશવજીભાઈ કાલરીયાએ 2022 માં ફરિયાદીને દસ્તાવેજ કરી આપી આ સોસાયટીમાં પાણી રોડ રસ્તા કોમન પ્લોટ વગેરે સુવિધા પૂરી પાડવાની પોતે સરકારમાં બાંહેધરી આપેલ હોવાનું તથા મકાન મજૂરી તથા અન્ય તમામ સુવિધાઓ પોતે પૂરી પાડશે તેવું કહી વિશ્વાસમાં લઈ મકાનને બદલે પ્લીન્થ લેવલના દસ્તાવેજ કરી આપી પ્રાથમિક સુવિધાઓના પૈસા ચાવુ કરી જઈ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખનાર આરોપી વીરુદ્ર મોરબી તાલુકો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

તેમજ ત્રીજી ફરિયાદ મોરબીના પીપળી ગામ પાસે ત્રિલોક ધામ સોસાયટી નંબર-૦૨માં રહેતા વિનોદભાઈ ભલાભાઇ ચાવડા (ઉ.વ.૪૩) એ આરોપી પ્રવીણભાઈ ગણેશભાઈ ગામી રહે શિવપુર તા.હળવદ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી પ્રવિણભાઈ ગણેશભાઈ ગામીએ નિતાબેન વિનોદભાઈ ચાવડાને સને ૨૦૨૨ માં દસ્તાવેજ કરી આપેલ અને આ સોસાયટીમાં પાણી, રોડ, રસ્તા કોમન પ્લોટ વિગેરે સુવિધા પૂરી પાડવાની પોતે સરકારમા બાહેંધરી આપેલ હોવાનુ તથા મકાન મજુરી તથા અન્ય તમામ સુવિધાઓ પોતે પુરી પાડશે તેવુ કહી ને વિશ્વાસમાં લઈ મકાન ને બદલે પ્લીન્થ લેવલ ના દસ્તાવેજો કરી આપી, પ્રાથમીક સુવીધાઓ ના પૈસા ચાંઉ કરી જઈ પ્રાથમિક સુવિધાઓથી વંચીત રાખી ફરીયાદી તથા સાથીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર