મોરબી: નવી પીપળી ગામે જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી. જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર કે.એ વાળા મોરબી વિભાગ નાઓએ પોલીસ કોન્સ. પંકજામા ગુઢડા તથા રમેશભાઇ મુંધવા તથા જયદીપભાઇ પટેલ તથા કેતનભાઇ અજાણા નાઓને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ. કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી મોરબી તાલુકાના નવી પીપળી ગામ, સ્મશાન પાછળ રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.૬૭,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ
પકડાયેલા આરોપી-(૧) બકુલભાઇ હરીભાઇ પટેલ ઉ.વ.૩૮ રહે. પીપળી, તા.જી.મોરબી( ૨) પરેશભાઇ પ્રભુભાઇ પટેલ ઉ.વ.૩૨ રહે. રવાપર રોડ મોરબી-૦૧,(૩) પ્રેમલભાઇ કરશનભાઇ મકવાણા ઉ.વ.૩૫ રહે. જેપુર, તા.જી.મોરબી(૪) સુરેશભાઇ નાગજીભાઇ પટેલ ઉ.વ.૪૫ રહે. મહેન્દ્રનગર, તા.જી.મોરબી(૫) ધર્મેન્દ્રભાઇ ત્રિભુવનભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે. મહેન્દ્રનગર, તા.જી.મોરબી