મોરબીના પીપળી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામે શિવપાર્ક-૦૨ સોસાયટી શેરી નં-૦૩ જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેકટરનાઓએ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ સાથે આજે મોરબી તાલુકાના પીપળી ગામ શિવપાર્ક-૦૨ સોસાયટી શેરી નં.૦૩, ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો મેઘરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા ઉ.વ.૨૬, હાર્દિકભાઇ ઘનશ્યામભાઇ મુજપરા ઉ.વ.૨૮, મોહિતભાઇ નારણભાઇ વાળા ઉ.વ.૨૬, પ્રકાશભાઇ શાંતિલાલ જોષી ઉ.વ.૪૦, રહે. બધા શિવપાર્ક સોસાયટી, તા.જી. મોરબીવાળાને રોકડ રૂ.૧૪,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.