મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી પરાબજાર એસ.બી.આઈ. બેન્ક પાસે ગલ્લીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી પરાબજાર એસ.બી.આઈ. બેન્ક પાસે ગલ્લીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો કિશન ઉર્ફે જાડો દિલીપભાઇ કાનબાર ઉ.વ.૨૫ રહે. આનંદનગર પાપાજી ફનવલ્ડ પાસે રાજકોટ કંડલા બાયપાસ મોરબી, દિપક રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ બુધ્ધદેવ ઉ.વ.૨૯ રહે,વાઘપરા શેરી નં.૩ મોરબી એજાજ મેહબુબભાઇ ચાણીયા, ઉ.વ.૨૪ રહે,નાની બજાર વિશ્વકર્મા મંદિર સામે મોરબી, મકબુલ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી કાસમાણી ઉ.વ.૨૭ રહે, તલાવડી શેરી શક્તિ ચોક મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૯૦૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.