પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળા દ્વારા સ્પોર્ટ્સ ડે -2025 ની ભવ્ય ઉજવણી
પ્રથમ વખત વાલીઓ માટે રમતોત્સવનું આયોજન શનિવારના રોજ આનંદદાયી શનિવાર તરીકે શાળામાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે, ચાંદલા ચોડ, ફુગ્ગા ફોડ, વિઘ્ન દોડ, બેલેન્સ ગેમ, સસલા દોડ, કોથળા કૂદ, ત્રિપગી દોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવેલ તેમજ બાળકોના વાલીશ્રીઓ માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ્સા ખેંચ તેમજ બાસ્કેટ બોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું.
તમામ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો. બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સમગ્ર આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર શાળા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.