પી. એમ. શ્રી સજનપર પ્રા. શાળા દ્વારા “સંસ્કૃતિ – એક ભવ્ય વારસો” વાર્ષિકોત્સવ 2026 ની ભવ્ય ઉજવણી કરાઈ
ટંકારા; શ્રી સજનપર પ્રાથમિક શાળા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાથી “સંસ્કૃતિ – એક ભવ્ય વારસો” કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં શ્રી સજનપર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ જેવી કે હનુમાન ચાલીસા, ગરબો, રાજસ્થાની નૃત્ય, વંદે માતરમ, લેઝીમ ડાન્સ, દ્વારિકાનો નાથ રાસ, ગણેશા, માં સરસ્વતી વંદના, માતૃ વંદના તેમજ બાળગીત અને કોમિક નાટકની સાથે બાળકોએ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં દેશભક્તિ અંગેની સ્પીચ રજુ કરી હતી આવા અદભુત કાર્યક્રમથી સમગ્ર ગામ લોકો અને પધારેલ મહેમાનઓ મંત્રમુગ્ધ બની ગયા હતા આ સાથે શાળાના દાતાઓ અને ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જ્યંતિભાઈ રાજકોટીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા,
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ટંકારા તાલુકા ભાજપ મંત્રી નિકુલભાઈ જાની, મોરબી જિલ્લા ટીચર્સ કો-ઓ. પ્રવીણભાઈ ભોરાણીયા, તાલુકા પ્રા. શી. જોડિયા દિનેશભાઇ ગરચર, મોરબી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી અને મહામંત્રી મુકેશભાઈ મારવાણીયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના વરિષ્ઠ અધ્યક્ષ સંદીપભાઈ આદ્રોજા, મોરબી તાલુકાના કેળવણી નિરીક્ષક નિલેશભાઈ કૈલા, ટંકારા તાલુકા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ રસિકભાઈ ભાગ્યા અને લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબબાગના માઈક્રો કેબિનેટ મેમ્બર તુષારભાઈ દફતરી અને મોરબી પી. જી. પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડો. રવીન્દ્રભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે સજનપર ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ સીણોજીયાએ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.