હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા યુવકે મોરબીના આંદરણા ગામ તરફ જતા રસ્તામાં ઝેરી દવા પી લેતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા વાડી વિસ્તારમાં રહેતા દલાભાઇ બસીરભાઇ નાયક ઉ.વ-૨૦ વાળા ગત તા.૦૪-૦૭-૨૦૨૩ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં આંદરણા તરફ જતા રસ્તામાં ઝેરી દવા પી જતા ૧૦૮ માં સારવારમાં સાંજના મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
