પ્રમુખ પાસે ઉઘરાણીએ જશો તો થશે કેસ? પૂર્વ સરપંચને થયો કડવો અનુભવ!
કરોડો રૂપિયા વ્યાજે આપેલ અને કરોડો વ્યાજે લીધેલ પ્રમુખ હાલ ચર્ચામાં છે ત્યારે અગાઉ ઉઘરાણીએ ગયેલ મહિલાઓને કડવો અનુભવ થયો તો ત્યારે વર્ષો થી ભાજપને વફાદાર રહેલા ઘૂંટુ ગામના એક પૂર્વ સરપંચને કડવો અનુભવ થયો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા ઘુંટુ ગામના એક પૂર્વ સરપંચ કે જેમના કોઈ સગાને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા પાસે પૈસા લેવાના હોય જેથી તેઓ જયંતિ રાજકોટિયાના કાર્યાલય પર ગયા હતા. ત્યાં તેમને ઉઘરાણી ની વાત કરતા ની સાથે પ્રમુખ નો પિત્તો છટક્યો હતો અને ઉઘરાણીએ આવું નહીં તેવું કઈ ઊંચા અવાજે વાતો કરેલ. ત્યારે પૂર્વ સરપંચે પણ કહ્યું હતું કે માપે બોલો કેમ કે બોલતા બધાને આવડતું હોય જો અમે બોલીશું તો તમે સાંભળી પણ નહીં શકો. અને ત્યાંથી પૂર્વ સરપંચ ઘરે ચાલ્યા ગયા હતા.
પરંતુ થોડી જ વારમાં સીટી એવી ડિવિઝન પોલીસ સ્ટેશનને એ પૂર્વ સરપંચ વિરુદ્ધ અરજી કરવામાં આવે છે અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીએ તાત્કાલિકના ધોરણે એ અરજીના નિકાલ માટે પૂર્વ સરપંચને એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પહોંચી જવા જણાવ્યું હતું
થોડીવારમાં પૂર્વ સરપંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પહોંચે છે. અને મામલો ફૂલ ગરમાવો પકડી લે છે. કેમકે પૂર્વ સરપંચ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હોય અને ફક્ત ઉઘરાણી ની વાત કરવા માટે જ ગયેલા હોય તેમ છતાં તેમના પર પોલીસ ફરિયાદી થતી હોય ત્યારે રાજકીય વાતાવરણ તો ગરમ થવાનું અને ત્યાર બાદ મોરબી જિલ્લાના એક ધારાસભ્ય, પૂર્વ સાંસદ, અને રાજકીય આગેવાનોના ફોન પૂર્વ સરપંચ પર રણકવા લાગે છે.બાદમાં ત્યાં તેમનું નિવેદન લેવામાં આવે છે અને સાંજે ત્યાંથી જવા દેવામાં આવે છે.
જેથી મોરબી શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે શું પૈસા આપ્યા એ ગુનો. અને પૈસા આપ્યા બાદ એ ઉઘરાણી કરવા જઈએ તો કેસ થઈ જાય છે. અને મોરબી પોલીસ આમ તો ઘણા બધા કેસમાં આરોપીને પકડવા પણ તાત્કાલિકના ધોરણે જતી નથી. ત્યારે ભાજપના પ્રમુખના એક ઇશારે અરજીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરી નાખવામાં આવે છે.