ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ખાતે આજ તા. 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ હોવાથી ટંકારા તાલુકાના હડમતિયા કુમાર શાળા, કન્યા તાલુકા શાળા તેમજ લજાઈ ગામે દેવદયા માધ્યમિક શાળા, લજાઈ તાલુકા શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મેલેરીયા દિવસના ભાગરૂપે શાળાઓમાં વિદ્યાર્થીઓને મેલેરિયાનું આરોગ્ય શિક્ષણ આપેલ તથા મેલેરિયાના અટકાયતી પગલાં વિશે સમજાવેલ તથા મેલરીયાનું પ્રાથમિક નિદાન અને સારવાર વિશે સમજાવ્યું હતું. આ ઉજવણીમાં શાળાના આચાર્ય નીતિનભાઈ માંડવીયા તથા નીતિનભાઈ ભાડેજા દ્વારા સહકાર મળેલ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ આયુષ મેડિકલ ઓફિસર ડૉ. અલ્પા રામાવત , મનસુખભાઈ મસોત તથા ટંકારા તાલુકાના લજાઈ PHC હેઠળ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે લજાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મચ્છરથી થતા રોગો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. અને ટંકારા તાલુકાના લજાઈ ગામની પ્રાથમિક શાળામાં ગપ્પી માછલીઓ મુકવામાં આવી.
આ પ્રસંગે મેલેરિયા સુપરવાઈઝર લજાઈ MPHS મનસુખભાઈ મસોત તેમજ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં MPHW જયદીપભાઈ તથા કેતનભાઈ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના આરોગ્ય સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા,(MPHS), કેતનભાઇ બારૈયા(MPHW), અંજુમબેન જોખીયા(FHW),કૃપાલીબેન ચૌહાણ(CHO) સહભાગી થયા હતા.
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...