Sunday, December 28, 2025

પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા “મારા સપનાનું મોરબી” વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ખરેખર આવનાર સમયના મોરબીવાસીઓ જે હાલ નાના બાળકો છે તેઓને કયા પ્રકારનું મોરબી જોઈએ છે તે અંગે મોરબી મહાનગરપાલિકા અને નેતાઓને જણાવવા માટે મોરબીના સરદાર બાગ ખાતે પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા “મારા સપનાનું મોરબી” વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 70 થી વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો અને પોતાના સપનાના મોરબીની વાતો રજૂ કરી હતી.

જેમાંથી ગુજરાતી માધ્યમ ના પ્રાથમિક વિભાગ (ધોરણ ૬,૭અને૮) માં પ્રથમ ક્રમે સાવરીયા ઉર્વીશા કિશોરભાઈ, દ્વિતીય ક્રમે બોપલિયા ભવ્ય કિશોરભાઈ અને તૃતીય ક્રમે સંઘાણી મોક્ષા રજનીશભાઈ વિજેતા બન્યા હતા જ્યારે ગુજરાતી માધ્યમના માધ્યમિક વિભાગ (ધોરણ ૯ અને ૧૦) ના પ્રથમ ક્રમે કંઝારીયા તમન્ના ભાવેશભાઈ, દ્વિતીય ક્રમે પાઠક રાજલ હિમાંશુભાઈ અને તૃતીય ક્રમે પરમાર અંજલી વિજેતા બન્યા હતા તેમજ અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમે જીયાન પટેલ, દ્વિતીય ક્રમે રાણવા શ્રીયા મનસુખભાઈ, તૃતીય ક્રમે ચાવડા મેઘાવી વિનોદભાઈ વિજેતા બન્યા હતા.વિજેતા વિદ્યાર્થીઓને શીલ્ડ, શિક્ષણ કીટ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

નિર્ણાયક તરીકે શ્રી રાજપર પ્રાથમિક શાળાના રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડીયા, શ્રી કેરાળા પ્રાથમિક શાળાના આચાર્ય ચેતનકુમાર બોસિયા તેમજ સાર્થક વિદ્યામંદિર મોરબીના શિક્ષક પ્રતિકભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંગે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સુંદર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા તેઓએ જણાવ્યું કે બાળકોના સપનાઓ જોતા અમારે પણ પોતાના દિનચર્યામાં ઘણો બધો સુધારો કરવો પડશે, બાળકોના આગામી સુંદર ભવિષ્ય માટે ઘરની આજુબાજુ સફાઈ, પ્રદૂષણ મુક્ત શહેર એ તે માટે બિનજરૂરી વાહનોનો ઉપયોગ ટાળવો, વધુને વધુ વૃક્ષો વાવવા, ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું, તેમજ શહેરમાં થતી ગેર પ્રવૃતિઓનો વિરોધ કરી શહેરને ગુનામુક્ત કરવું પડશે.

આ કાર્યક્રમમાં મોરબી શહેરીજનો અને સ્પર્ધકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી તરફથી કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈ પારીઆ, સંજયભાઈ વાઘડિયા, વીરેન્દ્ર બોક્ષા, વિશાલભાઈ ટૂંડીયા, ધવલ ત્રિવેદી, મેહુલભાઈ ગઢવી, યોગેશભાઈ રંગપડીયા, પંકજભાઈ સનારીયા, બળદેવભાઈ ગઢવી, મયંકભાઈ દેવમુરારી, અહેમશાહ બાપુ, રફીકભાઈ અજમેરી, મોહસીનભાઈ શૈખ, રિતેશ સંચાણિયા દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.. કાર્યક્રમના અંતે પ્રેસ મીડિયા પત્રકાર ગ્રુપ દ્વારા વાલી અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર