પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસે તળે ડીટેન કરી જેલ હવાલે કરતિ માળિયા પોલીસ
પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે ડીટેઈન કરી અલગ અલગ મધ્યસ્થ જેલ વડોદરા અને સુરત જેલ હવાલે માળિયા મીયાણા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
પ્રોહીબીશન ગુન્હામા સંકળાયેલ ઈસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓએ પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ આરોપી ભાવેશભાઈ નાથાભાઈ પોલાભાઈ મોરી (ઉ.વ ૨૭) રહે. દરેડાગામ અનાજ ના ગોડાઉન પાછળ જામનગર મુળ રહે ફુલજરનેસ તા. રાણાવાવ જી .પોરબંદર તથા લીલાભાઈ ટપુભાઈ રાજાભાઈ મોરી (ઉ વ ૨૦) રહે દરેડ શ્રીજી કાટા ની બાજુમા લાલુપુર ચોકડી તા જી જામનગર મુળ રહે ફુલજરનેસ તા. રાણાવાવ જી .પોરબંદર વાળા નુ પાસા વોરંટ ઈસ્યુ કરેલ હોય જે ઈસમની સત્વરે અટકાયત કરવા માટે માળીયા (મી) પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા બન્ને ઈસમોને ડીટેઈન કરી અલગ અલગ મધસ્થ જેલ સુરત તથા વડોદરા ખાતે મોકલી આપેલ છે.