પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને પાસા તળે જેલ હવાલે કરતી મોરબી જિલ્લા પોલીસ
હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલા ત્રણ ઈસમોને પાસા તળે ડીટેઇન કરી આરોપીઓને મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ – અલગ જેલ હવાલે કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનએ પ્રોહિબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ત્રણ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી તરફ મોકલતા મેજીસ્ટ્રેટ તરફથી પ્રોહિબીશનની ગે.કા. પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ત્રણ ઇસમોના પાસા વોરંટ ઇશ્યુ કરતા જે ત્રણેયની સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ત્રણે ઇસમોને પાસા એકટ તળે ડીટેઇન કરી આરોપી અલ્પેશભાઈ રમેશભાઇ જીંજરીયા રહે. જુના ઘુંટુ રોડ મોરબીવાળાને મધ્યસ્થ જેલ વડોદરા, રવિભાઈ રમેશભાઇ વિંજવાડીયા રહે. જુના ઘુંટુ રોડ મોરબીવાળાને જિલ્લા જેલ જુનાગઢ તથા તેજશભાઈ નરશીભાઈ લાંધણોજા રહે. ખાખરેચી તા. માળીયા મીયાણાવાળાને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે.
આમ મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબીશનના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલ હવાલે કરવામાં આવેલ છે