પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરાયા
મોરબી: પ્રોહીબીશન ઇગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબીના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ જેલ હવાલે કરવામાં આવ્યા.
પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચોરી છુપી દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવા અંગે ની સૂચના પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓએ કરતા ઉપરી અધિકારીની સુચના તથા માર્ગદર્શન મુજબ રેર્કડથી ખરાઇ કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મોટા ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે સને ૨૦૨૨ ના વર્ષમાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલી આપેલ હોય જે અનુસંધાને જીલ્લા કલેકટરનાઓએ
અમરશીભાઇ સુજાભાઇ વરીયા રહે. ભારતનગર, ૯/બી-૧૩૫, ગાંધીધામ, જિ. કચ્છ ભુજવાળને જામનગર જેલ હવાલે, કમલેશભાઇ બાબુભાઇ કારેલીયા / રહે. હડાળા, આશોપાલવ સોસાયટી રાજકોટ વાળાને લાજપોર, મધ્યસ્થ જેલ,
સુરત, અશ્વીનભાઇ દશરથભાઇ રૂદાતલા રહે. હડાળા, શીવડેરીની પાછળ રાધેક્રિષ્ના સોસાયટી, તા.જી. રાજકોટ રહે. વિઠ્ઠલાપુર ગામ, તા. માંડલ જિ. અમદાવાદવાળાને જિલ્લા જેલ પોરબંદર હવાલે, મયુરભાઇ રણછોડભાઇ મકવાણા રહે. હાલ કુહાગામ, રામેશ્વરપાર્ક , અમદાવાદવાળાને મધ્યસ્થજેલ અમદાવાદ હવાલે, નરેશ ઉર્ફે સાધુરામ ભગવાનદાસ સાધુ રહે. ગાંધીધામ, વીસી શીપીંગ સામે, તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ જિલ્લા જેલ, ભાવનગર હવાલે કરાયો પાંચ ઇસમો વિરૂધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબી નાઓએ એલ.સી.બી. તથા પેરોલ સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી ઇસમોને તા.૨૧/૦૭/ ૨૦૨૩ ના રોજ હસ્તગત કરી પાસા એકટ તળે ડિટેઇન કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જેલ હવાલે કરેલ છે.
