મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા વડોદરા અને સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમો શાહરૂખભાઇ ઇકબાલભાઇ અલીભાઇ બુચડ (ઉ.વ.૩૧) રહે. મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ તથા સાહિલભાઇ કરીમભાઇ રમજાનભાઇ ચાનીયા (ઉ.વ.૨૩) રહે. મોરબી લાતીપ્લોટ શેરી નં.૮ વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમ શાહરૂખભાઈને વડોદરા જીલ્લા જેલ તથા આરોપી સાહિલભાઈને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.