પ્રોહીબિશનના ગુન્હામાં પાંચ માસથી નાસતા ફરતા રીઢા ગુનેગારને ઝડપી પાડતી મોરબી પોલીસ
હળવદના જુના દેવળીયા ગામેથી પ્રોહિબીશનના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા અને અગાઉ મારામારી, ચોરી, જુગાર, પ્રોહીબીશનના ગુનામાં ઘણી વખત પકડાયેલ રીઢા આરોપીને મોરબી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુન્હામાં પાંચેક માસથી નાસતો ફરતો આરોપી વિજય જયંતિભાઇ અઘારા રહે. જુના દેવળીયા તા.હળવદ વાળો હાલે જુના દેવળીયા ગામે આવેલ હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે જઇ તપાસ કરતા પ્રોહીબીનના ગુનામાં નાસતો ફરતો આરોપી વિજય જયંતિભાઇ અઘારા મળી આવેલ જેથી આરોપીને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.