પ્રોહીબીશનના ત્રણ ગુન્હામાં નાસતો ફરતો ઈસમ મોરબીની રવીરાજ ચોકડીએથી ઝડપાયો
મોરબી જીલ્લાના બે ગુન્હા તથા પાટણ જીલ્લાના સમી પોલીસ સ્ટેશનનો એક ગુન્હો મળી કુલ ત્રણ પ્રોહિબીશનના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી મોરબી પેરોલ-ફર્લો સ્કોડ/એલ.સી.બી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ-ફર્લો સ્કોડ તથા એલ.સી.બી. ટીમને સંયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તથા પાટણના સમી પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હાનો આરોપી જમારામ ઉર્ફે જગારામ જેઠારામ પ્રજાપતી રહે. તેજીયાવાસ તા. ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાન વાળો હાલે મોરબી હાલે મોરબી રવિરાજ ચોકડી પાસે હોવાની બાતમી મળેલ હોય જેથી મળેલ બાતમીના આધારે સ્ટાફ સાથે તપાસ કરતા પ્રોહીબીનના ગુનાનો પકડવાનો બાકી આરોપી જમાંરામ ઉર્ફે જગમારામ જેઠારામ પ્રજાપતી નામના આરોપીને પોલીસે પ્રોહીબિશનના ગુન્હામાં હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.