Saturday, July 27, 2024

PUBG India : નવા નામથી ભારતમાં લોન્ચ થઇ શકે છે PUBG, જાણો આ જરૂરી વાત.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારત સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક સાથે PUBG મોબાઇલ સહિત 180 ગેમ્સ અને એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી PUBG મોબાઇલની ભારત પરત ફરવાની ચર્ચા ચાલી રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ ૫૦ વખત PUBG મોબાઇલ લોન્ચ કરવા અંગેના અહેવાલો લીક થયા હશે પરંતુ હજી સુધી ભારતમાં PUBG મોબાઇલ લોન્ચ કરવામાં આવ્યો નથી અથવા કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે એક નવો અહેવાલ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ટૂંક સમયમાં PUBG મોબાઇલ લોન્ચ કરવામાં આવશે, જોકે લોન્ચિંગની તારીખ હજી પણ ગુપ્ત છે. નવા અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં પબજી મોબાઇલનું લોન્ચિંગ બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયાના( Battlegrounds Mobile India ) નામે હોઈ શકે છે. કંપનીએ ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલનું નામ પણ બદલી નાખ્યું છે. ગયા અઠવાડિયે જ PUBG મોબાઇલ ઇન્ડિયાની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર એક ટીઝર રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. ઘણા વપરાશકર્તાઓએ વીડિયો જોયો છે અને તેને ડિલીટ કરતા પહેલા સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. Kraftonએ ઇન્સ્ટાગ્રામ પર PUBG મોબાઇલના રિલોન્ચનું ટીઝર પણ બહાર પાડ્યું હતું જેમાં “All New PUBG MOBILE coming to India. Share with your Squadmates NOW!” કેપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. થોડા મહિના બાદ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે સ્થાનિક સરકારના નિયમો મુજબ ડેટાનું રક્ષણ કરશે. સાથે જ ડેટાને સ્થાનિક ડેટા સેન્ટરમાં જ સ્ટોર કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર