મોરબીના રફાળેશ્વર ગામે યુવકને ધમકીઓ આપી ટ્રક ઝુંટવી લેનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવકને આરોપીએ વિશ્વાસ આપી વેચાણ કરાર કરાવી ટ્રક 4,89,000 માં યુવકને વેચાણ કરેલ હોય જેથી દર મહિને યુવક હપ્તા ભરતા હોય તે દરમિયાન યુવકના ઘરે સાથીને છરી બતાવી આરોપીએ બળજબરી પૂર્વક ટ્રક જુટવી જાનથી મારી નાખવાની ધમકી આપી ટ્રક લઈ જઈ યુવકે આજ દિન સુધી ભરેલ રૂપિયા 21, 37,500 આરોપીએ પરત નહીં આપી તેમ છતાં ટ્રક લઈ જઈ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના એંજાર ગામના વતની અને હાલ મોરબીના રફાળેશ્વર ચોકડી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ની બાજુમાં મોન્ટુભાઈ ના મકાનમાં ભાડેથી રહેતા ઘનશ્યામભાઈ દેવાભાઈ ઝરવલિયા (ઉ.વ.39) એ આરોપી ઇરફાન ભાઈ સમા રહે. ઉત્સવ હોટલ પાસે ચંદ્રપુર વાંકાનેર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીને વિશ્વાસ આપી વેચાણ કરારથી ટ્રક રજીસ્ટર નંબર-GJ-14-X-8977 વાળા કી.રૂ. 4,89,000૪, મા કબ્જો ફરીયાદીને આપી વેચાણ કરાર મુજબ ફરીયાદીએ દર મહીને હપ્તા ભરતા હોય તે દરમ્યાન ફરીયાદિના ઘરે આવી ફરીયાદી સાથીને છરી બતાવી બળજબરીથી ચાવી જુટવી લઈ, જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી ફરીયાદીના કબ્જા ભોગવટાવાળો ટ્રક લઈ જઈ આજદીન સુધી ફરીયાદીને ટ્રક કે રૂપીયા પરત નહી આપી ફરીયાદીએ ટ્રક પેટે કુલ કી.રૂ. 21,37,500 ભરેલ હોય તેમ છતા ટ્રક લઈ જતા ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.