મોરબી: મોરબીના રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી -૨ માં માળિયા વનાળીયા સોસાયટીમાં નઝર બાગ પાસે રહેતા ૨૨ વર્ષીય રામજીભાઈ હીરાભાઈ કુકવા તા ૨૦-૦૯-૨૦૨૨ ના સવારના સાડા નવ થી દશ વાગ્યાની આસપાસ રફાળેશ્વરથી નઝર બાગ રેલ્વે કી.મી.૨૨.૯ પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં વાલીઓ અને યુવતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતી એક યુવતીને કોલેજ કાળ દરમિયાન એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય અને ત્યારબાદ યુવકની સગાઇ અને લગ્ન થઇ ગયેલ હોય અને યુવતીએ યુવકને હવે સંબંધ નહી રાખવા જણાવેલ હોય તેમ છતા યુવકે બળજબરી પૂર્વક...
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના પેઢડા ગામે...