મોરબીમાં રહેણાંક મકાનમાંથી 2 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેરમાં કુબેરનાથ રોડ પર આવેલ મેમણ શેરીમાં રહેણાંક મકાનમાંથી 2 કિલો 230 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે આરીફ યાકુબભાઇ કચ્છી રહે.કુબેરનાથ રોડ, મેમણ શેરી વાળો પોતાના કબજા ભોગવટા વાળા રહેણાક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે.તેવી બાતમી મળતા બાતમીના આધારે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા ઇસમના રહેણાંક મકાનમાથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૨ કિલો ૨૩૦ ગ્રામ કિ.રૂ.૬૬૯૦/-નો મળી આવતા તેમજ ઓપો મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/- તથા આધારકાર્ડ-૧ કિ.રૂ. 00/00 તથા ઇલેકટ્રીક વજનકાટો કિ.રૂ.૧૦૦/- તથા એક નાની કાતર તથા પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-૧૨૭ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ. ૧૧,૭૯૦/- ના મુદામાલ આરોપી અબ્બાસ મોવર રહે.સુરેન્દ્રનગરવાળા પાસેથી મેળવી પોતાની પાસે રાખી મળી આવતા આરોપી આરીફ યાકુબભાઇ કચ્છી રહે. કુબેરનાથ રોડ, મેમણ શેરી, મોરબીવાળાને ઝડપી બંને ઇસમો વિરુધ્ધ એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ ગુનહો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.