Saturday, August 16, 2025

વરસાદના મહત્વના ગણાતા મઘા નક્ષત્રનો આવતી કાલ થી પ્રારંભ:વાહન રહેશે દેડકો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે

ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે હવે આવનારા મધા નક્ષત્ર પર સૌની નજર હોય છે. કારણ કે, મઘા નક્ષત્રમાં વરસેલા વરસાદનું પાણી પવિત્ર ગંગાજળ સમાન ગણાય છે. તેથી આ દિવસોમાં વરસાદ પડે તો તેને ખાસ સંગ્રહી રાખજો. આ પાણીને આખું વર્ષ સાચવીને રાખો તો પણ તે બગડતુ નથી. કોઈ પણ દર્દમાં આ પાણી પીવામાં આવે તો તો દવા જેવું કામ કરશે.

પંચાંગ અનુસાર, મઘા નક્ષત્ર શરૂ થઈ ગયું છે. આ 14 દિવસનો સમયગાળામાં જેટળો પણ વરસાદ પડે તે બહુ જ સારો કહેવાય છે. વર્ષા ઋતુમાં સૂર્યનું માઘ નક્ષત્રનું ભ્રમણ બહુ જ સારું ગણાય છે. એટલા માટે જ કહેવાય છે કે, મઘા કે બરસે, માતુ કે પરસે. એટલે કે, ધરતી મા જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય. તેથી આ નક્ષત્રમાં વરસેલો વરસાદ ગંગાજળ સમાન ગણાય છે. જેનો ઉપયોગ જો તમે રોજિંદા ઉપયોગમાં લો તો શરીર માટે ફળદાયી સાબિત થશે.

એવુ કહેવાય છે કે, મઘા નક્ષત્રમાં પડેલો વરસાદ સોનાના તોલે ગણવામાં આવે છે. આ પાણી અમૃત સમાન ગણાય છે. તો કેટલાક તેને જડીબુટ્ટી સમાન સોમરસ ગણે છે. કારણ કે, આ પાણીને વાસણમાં ભરી રાખો તો પણ તેમાં કીડા પડતા નથી. આખા વર્ષમાં તમને કોઈ દર્દ હોય તો આ પાણી પીવાથી દર્દ મટી જાય છે. તેમજ મઘા નક્ષત્રનું પાણી બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં થયેલા કરમીયા પણ મરી જાય છે.

આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ 16/08/2025 એ રાત્રે 01.59 થી 30/08/2025 એ રાત્રી ના 03.19 સુધી મઘા નક્ષત્રમાં રેહશે.મઘા નક્ષત્રના સમયગાળા દરમ્યાન વાહન દેડકાનું હોવાથી મઘા નક્ષત્રના સમયગાળામાં ગુજરાત રાજ્યમાં સારા વરસાદના રાઉન્ડ જોવા મળશે. પાણીની સમસ્યા પણ દૂર થતી જોવા મળશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર