મોરબી: હળવદ તાલુકાના રાયસંગપુર પાસે આવેલ રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલ અજાણ્યા શખ્સોએ તોડી કેનાલનું પાણી વોકળામાં વહાવી દીધુ છે. ત્યારે વોકળામાં વહી જતું પાણી ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.હળવદ તાલુકાના વિવિધ ગામોમાંથી માઈનોર કેનલામા પિયતનુ પાણી ન પોહચતુ હોવાની રાવ થતી હોય છે ત્યારે હળવદ તાલુકાના રાયસંગપુર ગામના ખેડૂતે રાવ કરી છે કે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલમાં પિયતના પાણી સારૂં છેવાડાના ખેડૂતો તરસી રહ્યા છે ત્યારે માઈનોર કેનાલને તોડી પાણી વોકળામાં વહાવી દેવામાં આવે છે જેથી જે પાણી કેનાલમાં છેવાડાના ખેડૂતો સુધી પહોંચતું નથી અને હજારો એકર જમીન પીયતથી વંચિત રહે છે. જેથી ખેડૂતો દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે તંત્ર દ્વારા કેનાલનું રીપેરીંગ કામ કરી છેવાડાના ખેડૂતો સુધી પાણી પોહચે તેવી કામગીરી કરવામાં આવે.
હળવદના રણજીતગઢ માઇનોર ડી-૧૯ કેનાલમાંથી રણજીતગઢ, રાયસંગપુર, ચાડધ્રાના ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. જેમાંથી હજારો એકરને પિયતનો લાભ મળે છે. ત્યારે રાયસંગપર પાસે રણજીતગઢ ડી-૧૯ માઇનોર કેનાલમાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા કેનાલ તોડીને પાણી વોકળામાં વહાવી દેવામાં આવ્યું છે. જેથી કરીને છેવાડાના ખેડૂતો પિયતના પાણીનો લાભ મળતો નથી. જેથી આ વોકળામાં વહી જતું પાણી ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જ્યારે આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને આ પ્રકારની કોઈપણ રજૂઆત મળી નથી.
મોરબી જીલ્લો સિરામિક ઉદ્યોગ માટે મુખ્ય હબ છે ત્યારે ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટ ઉપર લાગતા GST ને ૧૮% થી ઘટાડીને ૫% કરવા માટે લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જીલ્લા દ્વારા સરકારને રજૂઆત કરી માંગ કરી છે.
ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડકટ ઉપર લાગતા GST ઘટાડા માટે...
મોરબીના જુના જાંબુડીયાના રસ્તે સેગ્વે સીરામીક કારખાના ના વળાંક પાસે રોડ ઉપર ટ્રકે બાઇકને ઠોકર મારતાં બાઈક સવાર આધેડ નીચે પટકાઈ ટ્રકના વ્હીલ નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકાનગરમા રહેતા શિવલાલ...