મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રજીસ્ટ્રેશન ડ્રાઈવ યોજી હતી, જેમાં મોરબીના ગાંધીચોક, સનાળારોડ, બસ સ્ટેન્ડ, નહેરુ ગેટ સહિત ના વિસ્તારો માં ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા સામાન્ય ફૂડ ચકાસણી તથા ફૂડ લાઇસન્સ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન મોરબી મહાનગર પાલિકા દ્વારા નીચે મુજબ ના દુકાન ધારકો ની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન જે ખાણી પીણી ના ધંધાર્થીઓ પાસે ફૂડ લાઇસન્સ ના હોય તેણે ફૂડ લાઇસન્સ વહેલી તકે કાઢવી લેવા જાણ કરવામાં આવી છે.





