Sunday, November 2, 2025

રાજકોટ મોરબી હાઈવે રોડ પર ડમ્પરે બાઇકને ઠોકર મરતા એક યુવક ઇજાગ્રસ્ત; એકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર જબલપુર થી ખજુરા હોટેલની વચ્ચે ડમ્પર આડુ રોઝડુ ઉતરતા ડમ્પર પર કાબૂ ગુમાવી બાજુમાં જતા મોટરસાયકલને ઠોકર મારતાં બાઈક રોડની સાઈડમાં ફંગોળી દય યુવકને ઇજા પહોંચાડી તથા બાઈક પાછળ સવાર એક વ્યક્તિ ડમ્પરના જોટામા આવી જતા ગંભીર ઈજા પહોંચતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના મકનસરમા ભાડાના મકાનમાં રહેતા અને ડ્રાઈવીંગ કરતા અંતરસિંગ મગનસિંગ ચૌહાણ (ઉ.વ.૩૦) એ આરોપી ડમ્પર ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૧૩-એ.ડબ્લ્યુ.-૯૭૮૯ ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ડમ્પર ટ્રક નં-GJ-13-AW-9789 ના ચાલકે તેનું ડમ્પર ફુલ સ્પીડમાં ચલાવી ફરીયાદીના HF DELUXE મોટરસાયકલ રજીસ્ટર નં-MP-69-ZA-3380 વાળાને ઓવરટેક કરવા જતા રોડ ઉપર રોઝડુ આડુ ઉતરતા ડમ્પર ટ્રક પર પોતાનો કાબુ ગુમાવી મોટરસાયકલના જમણી બાજુ વચ્ચેના ભાગે ઠોકર મારતા મોટરસાયકલ ફરી જતા ફરીયાદીને રોડની સાઇડમાં ફંગોળી દઇ ફરીયાદીને શરીરે મુંઢ ઇજા કરી તથા મોટરસાયકલમાં પાછળ બેઠેલ છગનભાઇ ગણપતભાઇ કનેશને મોટરસાયકલ સહીત હડફેટે લેતા મોટરસાયકલ ડમ્પરના આગળના ભાગે વચ્ચે તથા છગનભાઇ ડમ્પરના પાછળના ડાબી બાજુના જોટામાં આવી જતા માથામાં તથા શરીરે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી આરોપી પોતાના હવાલાવાળુ ડમ્પર મુકી ડમ્પર ચાલક નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર