રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ/ મર્ડરના ગુન્હામાં પેરોલ પરથી ફરાર થેયલ આરોપીને બીહારથી મોરબી પોલીસે ઝડપી પાડયો
રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ / મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલ આરોપી પેરોલ રજા ઉપરથી છેલ્લા ૨ વર્ષથી ફરાર થયેલ હોય જે આરોપીને બિહાર રાજયના નવાદા જિલ્લા ખાતેથી પકડી રાજકોટ જેલ હવાલે મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૬૩,૩૭૬(૨),૩૭૬એબી, ૩૦૨ તથા પોકસો એકટ કલમ ૩(એ),૪,૬,૧૮ મુજબના ગુન્હાના પાકા કામનો આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ રહે.પ્લેટીનિયમ બ્યુટી કંપની કવાટર્સ તા.જી.મોરબી મૂળ રહે.જોરાવર બિધા તા.નારદીગંજ જી.નવાદા (બિહાર) વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપી નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના આદેશાનુસાર તા.૦૧/૦૬/૨૦૨૩ થી દિન-૨૧ની પેરોલ રજા મેળવી જેલ મુકત થયેલ જે આરોપીને તા.૨૩/૦૬/૨૦૨૩ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી પાકા કામનો કેદી પેરોલ રજા પરથી પરત હાજર થયેલ નહી અને ફરાર થયેલ હોય જે કેદીને ખાનગી બાતમીના આધારે બાઘી બરડીહા ઠેકાપર ગામ તા.જી. નવાદા (બિહાર) ખાતેથી પકડી પાડી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.