રાજકોટના ભરણપોષણના છેલ્લા દોઢેક માસથી પેરોલ રજા પરથી ફરાર કેદીને પકડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરાયો
મોરબી: ફેમીલી કોર્ટ – રાજકોટના ભરણપોષણના છેલ્લા દોઢેક માસથી પેરોલ રજા પરથી ફરાર કેદીને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી તાલુકા પોલીસ.
નામદાર ફેમીલી કોર્ટ રાજકોટના ભરણપોષણના આરોપી હરેશભાઇ કરશનભાઇ રાઠોડ રહે. નવાગામ આંબેડકરનગર, થાનગઢ, જી.સુરેન્દ્રનગર વાળા નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન તા ૧૦/૦૪/૨૦૨૩ થી દિન-૩૦ પેરોલ રજા ઉપર મુકત થયેલ હોય જેઓને તા.૧૮/૦૫/૨૦૨૩ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય જેઓ નિયત સમયે જેલ ખાતે હાજર નહીં થઇ પેરોલ જંપ કરેલ હોય અને મજદૂર પેરોલ જંપ ફરાર કેદી મોરબી તાલુકાના જાંબુડીયા બ્રિજ પાસેથી પસાર થનાર હોવાની પોલીસ કોન્સ્ટેબલને ખાનગીરાહે બાતમી મળતા મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ પેરોલ જંપ ફરાર કેદી હરેશભાઇ કરશનભાઇ રાઠોડ ઉ.વ ૫૦ રહે, નવાગામ આંબેડકરનગર, થાનગઢ, જી. સુરેન્દ્રનગરવાળાને હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા કાર્યવાહી હાય ધરેલ છે.