મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રોપા વિતરણમાં રાજનગર યુવા ગ્રુપના લોકોએ ભારે રહેમત ઉઠાવી હતી. આ સાથે ટીમ દ્વારા આ રોપણી યોગ્ય માવજત થાય તે અંગે લોકોને અપીલ કરી હતી.
