મોરબીના રાજપર (કુંતાસી) ગામની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવકનું મોત
મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામની સીમમાં આવેલ તળાવમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મહિસાગર જિલ્લાના વાંકડિયા ગામના વતની પ્રકાશભાઈ પ્રતાપભાઈ પલાસ (ઉ.વ.૨૫) નામના યુવક મોરબીના રાજપર કુંતાસી ગામની સીમમાં પુંજાભાઈ થોભણભાઈ સુવરીયા ની વાડીની બાજુમાં ફડસર ગામ તરફ જવાના રસ્તા પર આવેલ તળાવમાં કોઈ કારણસર ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ કરી છે.