Friday, May 16, 2025

મોરબીના રાજપર ગામના અનંત પાસે ચિત્રકામની અનોખી અદ્ભૂત અલૌકિક શક્તિ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કલી કલીમેં મહક છુપી હૈ ખીલને ભરને કી દેર હૈ l

હર બાલક મેં કલા છુપી હૈ દિલસે બહાર નિકલની ભર કી દેર હૈ l

મોરબી:દરેક બાળકમાં કઈંક ને કંઈક સુષુપ્ત શક્તિઓ પડેલી હોય છે,કંઈકને કંઈક કલા કૌશલ્ય છુપાયેલા હોય છે,બાળકોની એ શક્તિઓને બાળકોને પ્રોત્સાહન પુરું પાડી, માર્ગદર્શન પુરું પાડી બહાર લાવવાનું કામ શિક્ષકો કરતા હોય છે ત્યારે મોરબી તાલુકાનું તમામ સુવિધાઓથી સજ્જ આદર્શ કહી શકાય એવું ગામ એટલે રાજપર ગામ.

આ ગામનો ધોરણ સાતમાં અભ્યાસ કરતો અનંત સુખદેવભાઈ અઘારા શિક્ષક દિનેશભાઈ ભેંસદ્દડિયાના માર્ગદર્શનથી, પરિવારજનોની પ્રેરણાથી પેન્સિલ વડે દેશનેતાઓ જેવા કે સરદાર પટેલ,મહાત્મા ગાંધીજી, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ,મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, મહર્ષિ દયાનંદ સરસ્વતી, વીર કર્તારસિંહ, લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, ડો.બાબા સાહેબ આંબેડકર, પંડિત જવાહરલાલ નહેરુ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદજી વગેરે મહાપુરુષોના આબેહૂબ ચિત્રો દોરે છે,નાના બાળકની આવડી મોટી સિદ્ધિ બદલ શાળા પરિવાર વતી અનંત ભવિષ્યમાં ખૂબ મોટો ચિત્રકાર બને એવી અનંત શુભેચ્છાઓ પાઠવેલ છે.

 

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર